શોપિયામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલામાં એક જવાન શહીદ

1146

જમ્મૂ-કાશ્મીરનાં શોપિયામાં રવિવારે સવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ગોળીબાર કરીને ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો. આતંકીઓ તરફથી થયેલા આ હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે.

આતંકવાદીઓએ ફરી એક વખત કાશ્મીરમાં પોલીસને ટાર્ગેટ કરી છે. કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એક પોલીસ મથક પર ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ કર્યુ છે. જેમાં પોલીસનો એક જવાન શાકિબ મોઈદ્દીન શહિદ થયો છે.

સૂત્રો દ્વારા મળેલ જાણકારી પ્રમાણે પોલીસ અધિકારી ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ પોલીસ અધિકારીએ અંતિમ શ્વાસ ભર્યા હતાં. સેનાનાં જવાનોએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.આ પહેલા તંગધારમાં સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશને નાકામ કરી હતી.

આમ આતંકવાદીઓએ કાશ્મીરમાં પોલીસને નિશાન બનાવવાનુ ચાલુ રાખ્યુ છે.આ પહેલા આતંકવાદીઓ પોલીસ કર્મચારીઓને નોકરી છોડવા માટે ચેતવણી આપી ચુક્યા છે અને તેની અસર હેઠળ ઢગલાબંધ પોલીસ કર્મચારીઓ રાજીનામા આપી ચુક્યા છે

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ શોપિયામાં એક આંતકવાદી હુમલામાં ચાર પોલીસ અધિકારીઓ શહીદ થયા હતાં. એક પોલીસની અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ શોપિયા જિલ્લાનાં બોનાગામમાં ચાર પોલીસ અધિકારીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ પોલીસ અધિકારીઓ પર તે સમયે હુમલો કર્યો હતો જ્યારે અધિકારીઓ તેમની ગાડીને રિપેર કરાવી રહ્યાં હતાં. આતંકીઓ પોલીસનાં હથિયાર પણ લૂંટીને લઈ ગયા હતાં.

Previous articleHAL લાયક નથી તો હોબાળોની જરૂર નથી
Next articleહું અને કિમ જોંગ પ્રેમમાં પડી ગયા છીએ : ટ્રમ્પ