રિષી કપૂર સારવાર માટે અમેરિકા ગયા

997

બૉલીવૂડ અભિનેતા રિષી કપૂર એક બીમારીનો શિકાર થયા હોવાથી તેના ઇલાજ માટે દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી. ટિ્‌વટર પર પોસ્ટ કરતાં રિષી કપૂરે જણાવ્યું હતું કે ‘ચાર દાયકા કરતાં વધુ સમય મેં ફિલ્મોને આપ્યો છે અને હજુ પણ એ જ કરી રહ્યો છું.

હાલમાં હું કામથી દૂર એક નાનકડાં વેકેશન પર જઇ રહ્યો છું. મારી એક બીમારીની સારવાર કરાવવા માટે અમેરિકા જઇ રહ્યો છું. તમારી દુઆ હશે તો જલદી જ સાજો થઇને પાછો કામે વળગી જઇશ. રિષી કપૂરની ફિલ્મ ‘રાજમા ચાવલ’ને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી હતી.

દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી.

Previous articleઈન્દિરા ગાંધી રાજીવ ગાંધીના લગ્ન એક્ટર રાજ કપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા!
Next articleસલમાન ખાન સાથે કામ કરી કિસ્મત બદલાઇ ગઇ : વરીના