પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અક્રમે આગામી વિશ્વકપને લઇને મોટું નિવેદન આપ્યું છે. વસીમ અક્રમે આગામી વિશ્વકપમાં ભારત એશિયન ટીમોમાં વર્લ્ડકપ માટેની મોટી દાવેદાર છે તેમ કહ્યું હતું.
વસીમ અક્રમે કહ્યું કે, આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ યોજાવાનો છે એ જોતા ભારતીય ટીમ હાલ સારું બોલિંગ અને બેટીંગ પ્રદર્શન કરી રહી છે જેને જોતા તે વિશ્વકપની દાવેદાર માનવી રહી. વસીમે આગળ કહ્યું કે, બીજી બધી એશિયન ટીમો કરતા ભારત ખૂબ આગળ છે.
હાલમાં જ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે એશિયા કપ પર કબ્જો મેળવ્યો. જેના કારણે તેની ચારે તરફ વાહવાહી થઇ રહી છે. જોકે પાકિસ્તાનનું પ્રદર્શન કાફી નિરાશાજનક રહ્યું હતું. આમ છતા વસીમ અક્રમે આશા જીવંત રાખી હતી કે પાકિસ્તાન ટૂંક સમયમાં સારું પ્રદર્શન કરી પરત ફરશે.
પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન પર વસીમ અક્રમે કોમેન્ટ કરી હતી કે, ભારતને રમવા માટે સારો માહોલ મળે છે. તેમની સિસ્ટમ ખૂબ પૈસો લગાવે છે. જેમ કે ઇન્ડિયન પ્રિમિયર લીગ. તેમની પાસે વિદેશમાં રમવાના પણ ચાન્સિસ વધારે હોય છે.
વસીમે જણાવ્યું આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આઠ મહિના પહેલા આ વાતના નિષ્કર્ષ પર આવી જવુ યોગ્ય નથી, પરંતુ પાકિસ્તાન સારું પ્રદર્શન કરી પણ શકે છે, ટીમે આ માટે બોલિંગ અને બેટીંગ પર ખાસ ધ્યાન રાખવું પડશે.