ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નને ડિસેમ્બરમાં એક વર્ષ પૂર્ણ થઇ જશે. એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે અંતે અનુષ્કા શર્મા સાથે લગ્ન સમયે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું અને ક્યા કારણે તે અનુષ્કા સાથે લગ્ન માટે તૈયાર થયો હતો.
વિરાટ કોહલીએ કહ્યું કે લોકોને લાગે છે કે અમારૂ જીવન ફેરી ટેલ જેવુ છે, પણ હું જણાવવા માંગુ છું કે આવુ કઇ પણ નથી. અમે પણ સામાન્ય લોકોની જેમ જ જીવન જીવી રહ્યાં છીએ. અમે બન્ને એક જેવા બેકગ્રાઉન્ડમાંથી છીએ. આ કારણે જ અમે એક બીજાને સારી રીતે સમજી શક્યા છીએ. આ કારણ જ મારૂ અનુષ્કા સાથે લગ્ન કરવાનું કારણ બન્યું હતું.વિરાટ કોહલી પહેલા પણ પોતાના જીવનમાં અનુષ્કાની હાજરીને મહત્વપૂર્ણ ગણાવી ચુક્યો છે. વિરાટ કોહલીનું કહેવુ છે કે અનુષ્કાને કારણે જ તેનુ જીવન વ્યવસ્થિત થયુ છે. અનુષ્કા દરેક નાની વસ્તુનું ધ્યાન રાખે છે. તે સમસ્યાઓ પર વાત કરે છે અને તેના નિવારણની ટિપ્સ પણ આપે છે.
વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નના ૨ રિસેપ્શન દિલ્હી અને મુંબઇમાં યોજાયા હતા. જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓથી લઇને બોલિવૂડની હસ્તીઓ, રાજકારણી અને તેના મિત્રો હાજર રહ્યાં હતા.