સમસ્ત બારોટ સમાજનું ગૌરવ તેવા પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ, મિત્ર ૧માં સામંત, હિન્દી સાહિત્યના પ્રથમ મહાકવિ અને હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ માટે જેમણે હિન્દુ સંસ્કૃતિ માટે પોતાનું બલીદાન આપ્યાને આજે ૮૬૯ વર્ષ થયાથી સમસ્ત બારોટ સમાજ રાજકોટ, રાજુલા, સાવરકુંડલાથી લઈ ગુજરાતથી રાજસ્થાન સુધી જિલ્લા તાલુકામાં ચંદબરદાઈ બારોટની ૮૬૯મી જન્મજયંતિ રાજકોટ ચંદબરદાઈ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ રાજકોટ બારોટ સમાજની ઉપસ્થિતિમાં ભગવતી આશ્રમના મહંત શાન્તીદાસબાપુની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી ચંદબરદાઈ એજ્યુકેશન ગુજરાત ટ્રસ્ટના પ્રમુખ સંદેવભાઈ સોઢા, બલદેવભાઈ રેણુકા, પ્રશાંતભાઈ દેવાતકા, જયેશભાઈ લગ્ધીર, રાજકોટ શહેર બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ લગ્ધીર, હરીભાઈ પાલનપુરા સહિત રાજકોટ સમસ્ત બારોટ સમાજ તેમજ સાવરકુંડલા બારોટ સમાજ પ્રમુખ નટુભાઈ ઉપપ્રમુખ નંદાભાઈ તેમજ સાવરકુંડલા બારોટ સમાજ મંત્રી ઘનશ્યામભાઈ ઘેલાણી તેમજ સમસ્ત બારોટ સમાજ કમિટીના અધ્યક્ષસ્થાને સંત પ્રવિણનાથબાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ. જામનગર બારોટ સમાજ સહિત ઉત્તર ગુજરાતથી રાજસ્થાન કચ્છ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ સુધીના તમામ બારોટ સમાજને વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બારોટ પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ, સતીષભાઈ બારોટ, હિતેશભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ, રાજુલા બારોટ સમાજ તરફથી શુભેચ્છા પાઠવાયેલ.