દામનગર ખાતે આવેલ હોસ્પિટલમાં તબીબોની ઘટ !!

538

ગુજરાતમાં વિકાસના બણગા ફુંકતી ભાજપ સરકારના ભ્રષ્ટ શાસનમાં દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટેશન ડોક્ટરથી આવતું કામકાજ હાલ રોગચાળાની ઋતુ હોય દર્દીઓની લાગતી લાઈન મચ્છરજન્ય રોગોને કારણે દામનગર અને આસપાસના ગામડાઓમાં દર્દીઓના ખાટલા અહીંના ધીરજલાલ મોરારજી અજમેરા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ભાદરવાના આકરા તાપ અને મચ્છરજન્ય રોગચાળાના કારણે દર્દીઓના ભારે ઘસારો થઈ રહ્યો છે કારણે દર્દીઓના ભારે ઘસારો થઈ રહ્યો છે. વર્ષો સુધી ફરજ બજાવી ચુકેલ ડો.સ્વામી શરણની ભાવનગર ખાતે બદલી થતા લીલીયાથી ડેપ્યુટેશન પર ડો.પરવાડીયા ફરજ બજાવે છે.

આ સીએચસીમાં ૩ ડોક્ટરોનું મહેકમ છે તેને બદલે એક માત્ર ડોક્ટર ઓપીડી કરતા હોય ભાજપના શાસનમાં અચ્છે દિન કહેવું અતિશ્યોક્તિ ગણાય. એપીડેમીક અને સીઝનલ ફલુના કેસો વધી રહ્યાં છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો તમામ સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. દામનગર સહિત આસપાસના ૩પ થી ૪૦ ગામના લોકો સારવાર માટે અહીંયા આવે છે. રાજ્ય સરકાર મહેકમ પ્રમાણે ડોક્ટરોની નિમણુંક કરે તે જરૂરી છે. ભાજપવાળા પણ સરકારમાં રજૂઆત કરે તેવી ચર્ચા છે.

Previous articleખેલમહાકુંભમાં બેલુર વિદ્યાલયની સિધ્ધિ
Next articleકોવાયા તથા ભાકોદર ગામે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી