અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિમેન્ટ વર્કસ-કોવાયા ગુજરાત કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી દ્વારા સ્વચ્છતા એ જ સેવા ૧પ સપ્ટેમ્બરથી ર ઓક્ટોબર અભિયાનના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કોવાયા પ્રાથમિક શાળા અને ભાકોદર સ્કુલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય રૂપથી કંપનીના અધિકારી રાજેન્દ્ર કુશવાહા, કોવાયાના આચાર્ય જયદિપ વાઢેર, ભાકોદરના આચાર્યા આબિતભાઈ, શિક્ષકગણએ પણ ભાગ લીધો હતો અને હેન્ડ વોશનો પણ કાર્યક્રમ યોજાયો હતો. સ્કુલના આચાર્ય અને શિક્ષકગણનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામમાં તથા આજુબાજુના વિસતારમાં સ્વચ્છતા લાવવાનો છે. બાળકોએ પણ સ્વચ્છતા વિશે બોલી સંદેશ પાઠવ્યો હતો. શાળામાં અને ગામમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત બાળકોએ રેલી કાઢી હતી અને ગામના લોકોને સંદેશો પાઠવ્યો હતો.