વાવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા જળબચાવો શિબીર યોજાઈ

706

રાજુલા તાલુકાના વાવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા જીએસપીસી ટાટા ટ્રસ્ટ દ્વારા ત્રિ-દિવસીય જળ વ્યવસ્થાપન થકી જળસંરક્ષણની ગ્રામ સ્તરીય શિબીર યોજાઈ જળ છે. તો જીવન છે તમો પાણી બચાવો પાણી તમને બચાવશે.

રાજુલા તાલુકાના વાવેરા ગામે જળસ્થાપન અને જળસંરક્ષણ બાબતે જીએસપીસી ટાટા ટ્રસ્ટના સહયોગથી ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્તરીય ત્રિદિવસીય શિબિરનું ગામના સરપંચ બીચ્છુ ધાખડા, ઉપસરપંચ કનુભાઈ ધાખડા એસએમસી પ્રમુખ તેમજ વિશાળ ગ્રામજનો ખેડૂતો ગામ આગેવાનોની હાજરીમાં આયોજન થયું જેમાં જીએસપીસી સંસ્થાના હર્ષવર્ધન કમલેશભાઈ સોલંકી (પ્રોગ્રામ મેનેજર) ભરતભાઈ પરમાર કલસ્ટર મેનેજર હાજર રહી ગામજનો બે ભુગર્ભ જળ ટપક સિંચાઈ, ખેતી ખર્ચ, પશુધન જે વરસાદની ખામીનો પાણી માટે સદ ઉપયોગ તેમજ પર્યાવરણને લગતી તમામ માહિતીઓ અપાઈ તેમજ ગાંધી બાપુની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામ સ્વચ્છ અભિયાન હાથ ધરાયું આ પ્રસંગે ઉપસરપંચ કનુભાઈ ધાખડાએ ગામના વીકાસ માટે આવો સૌ સાથે મળી સહભાગી બનીએ અને પૂજય ગાંધી બાપુના વિચારો સ્વચ્છ ભારત મીશનને સાકાર કરીએ તેવું જણાવ્યું હતું.

Previous articleપાલિતાણા પંથકમાં ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાઈ
Next articleપેરોલ ફર્લોનો ફરાર હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધો