રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત તા.૨/૧૦/૨૦૧૮ના રોજ ભાવનગર મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાથના, સ્વચ્છતા સંદેશ, આશ્રમ ભજનાવલી, કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ. તદ્દનુસાર સવારે ૭.૦૦ કલાકે શાંતિલાલ શાહ હાઇસ્કુલ હલુરીયા ચોક ખાતે થી મહાનગરપાલિકાના મેયરના હસ્તે મહાનુભાવોની હાજરીમાં પ્રભાત ફેરીનુ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રભાત ફેરી ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરીને સવારે ૮.૦૦ કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે પહોચી હતી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી, શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયનની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે ૮.૦૦ થી ૯.૦૦ દરમિયાન સર્વધર્મ પ્રાથના તેમજ મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોનું વાંચન શાળા/કોલેજના વિધાર્થીઓને મંત્રીની ઉપસ્થિતિમાં જુદા જુદા ધર્મના વડાઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.
સર્વધર્મ પ્રાથના બાદ સ્વચ્છતા પખવાડીયા દરમિયાન સફાઇ કરેલ ભાવનગર શહેરના સુભાષનગરના દેવીપુંજક વિસ્તારોની મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ અને અન્ય મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને ગંદા વિસ્તારો કાયમી રીતે સ્વચ્છ રહે તે માટે સંબધિત વિસ્તારના રહીશોને મંત્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતું. અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.