પુંડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને એઆઇડીએમકેના ધારાસભ્ય એનબાલાગનની વચ્ચે મહાત્મા ગાંધીની જયંતી પ્રસંગે આયોજીત એક સરકારી કાર્યક્રમ દરમિયાન જ મંચ પર બોલાચાલી થઇ ગઇ હતી. આ બોલાચાલી તેવા સમયે ચાલુ થઇ ગઇ હતી જ્યારે અનબાલાગન ભાષણ આપી રહ્યા હતા. આ કાર્યક્રમ ગાંધી જયંતીના દિવસે પુડુચેરીમાં ખુલ્લામાં સૌચતી મુક્ત જાહેર કરવા માટે આયોજીત કરવામાં આવ્યો હતો. આ બોલાચાલીનો વીડિયો હાલ સોશયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. અન્નાદ્રમુકનાં ધારાસભ્યએ કિરણ બેદીની વિરુદ્ધ યોગ્ય ફોરમમાં ફરિયાદ કરવાની વાત કરી છે. જો કે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે તેઓ પોતનાં ભાષણ દરમિયાન કિરણ બેદી સાથે બોલાચાલી કરવા લાગ્યા અને કિરણ બેદીએ પહેલા તેમનાં આગળ હાથ જોડ્યા ત્યાર બાદ ત્યાંથી જતા રહેવા માટે ઇશારો કર્યો.