ઈનામની રકમ પાછી લઈ લો મને નોકરી આપોઃ સુધા સિંહ

1606

વર્ષોથી નોકરીની વાટ જોઇ રહેલી સ્ટાર એથલીટ રાયબરેલીની સુધા સિંહની પીડા રાષ્ટ્રમંડલ અને એશિયાઇ રમતના પ્રદેશ વિજેતાઓના સન્માન સમારોહમાં મંગળવારે સીએમ યોગી આદિત્યનાથની સામે ઉભરી આવી હતી. જ્યારે સુધા મંચ પર પદક લેવા પહોંચી તેમણે સીએમ યોગીને જણાવ્યું કે, ઇનામની રકમ પરત લઇ લો, મને માત્ર યુપીમાં નોકરી આપી દો. આ વાત પર સીએમએ ઇનામની રકમનો ચેક આપત જણાવ્યું કે, આ તારો અધિકાર છે, અને જ્યાં સુધી નોકરીની વાત છે, તેના માટે પ્રક્રિયા ચાલી રહી છે નોકરી જરૂર મળશે.

સન્માન સમારોહ બાદ સુધાએ જણાવ્યું હતું કે, વર્ષોથી દેશ માટે પદક જીતવા છતાય યુપી સરકાર મારા માટે નોકરીની વ્યવસ્થા કરી શકી નથી. ઇનામી રકમ પરત લઇલો, મને મારા ઘર યુપીમાં પરત બોલાવીલો. મને વર્ષોથી અહિંયા માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે. હાલમાં સેન્ટ્રલ રેલવે, મુંબઇમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર(એસીએમ) સુધાએ જણાવ્યું કે, મારી વય ૩૨ વર્ષ થઇ ગઇ છે. ૨૦૧૦માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું અને આ વર્ષે જકાર્તા એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ દેશ માટે જીત્યું હતું. આ દરમિયાન બે વખત ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.યુપીમાં નોકરી પ્રાપ્ત કરવા માટે આટલું પૂરતું નથી આનાથી વધારે મારે શું કરવું પડશે. સુધાએ જણાવ્યું કે, મારી કારકિર્દીમાં હવે વધારે સમય બાકી નથી. વર્ષોથી હું રમત-ગમત વિભાગમાં નોકરી મેળવવા માટે ધક્કાઓ ખાઈ રહી છું. આજે સીએમ અને રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને આ વાત જણાવી હતી, જોઇએ શું થાય છે.

Previous articleધોનીના ખરાબ ફોર્મને કારણે મિડલ ઑર્ડર સંતુલિત નથી દેખાતુ : કુંબલે
Next articleપોસ્ટલ પેન્શનર્સ એસોસીએશનની ૧૮ મી સાધારણ સભા સંપન્ન