ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સ્વૈચ્છીક સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “સ્વચ્છતા અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું હતું. મધુર ડેરીના સહયોગથી આયોજિત આ અભિયાનનો પ્રારંભ મધુર ડેરીના ચેરમેન ડો. શંકરસિંહ રાણાએ કરાવ્યો હતો. આ પ્રસંગે ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મનોહરસિંહજી, પરચેઝ ઓફિસર હંસાબેન, જનસંપર્ક અધિકારી નીતિન મેકવાન તથા અશ્વિનભાઈ એ કોમર્સ કોલેજના એનએનએસ પ્રોગ્રામ ઓફિસર ડો. રણછોડભાઇ રથવી, સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, હેપ્પી યુથ ક્લબના કોશાધ્યક્ષ ભાવના રામી અને સભ્યો કિરીટભાઈ પારઘી, શિવાંગ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હેપ્પી યુથ ક્લબ આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો સહિત ગાંધીનગરના સેક્ટર-૨૩ સ્થિત અશ્વિનભાઈ એ. પટેલ કોમર્સ કોલેજના એનએનએસ યુનિટના ૫૦ જેટલા યુવા સ્વંયસેવક જોડાયા હતા. તમામ સભ્યો અને યુવાનોએ મળીને ‘ક’ રોડ પર જીઆઇડીસીમાં મધુર ડેરીના ગેટથી ક-૫ સર્કલ સુધીના માર્ગ પર સફાઈ કાર્ય કર્યું હતું. આ પ્રસંગે મધુર ડેરીના ચેરમેન ડો. શંકરસિંહ રાણાએ મધુર ડેરીમાં તમામ યુનિટમાં પૂ. બાપુના સંદેશ મુજબ સ્વચ્છતા અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાનું જણાવી યુવાનોને મહાત્મા ગાંધીના આદર્શોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી. સ્વચ્છતા અભિયાનને અંતે યુવાનોએ જીવનમાં દરેક તબબક્કે સ્વચ્છતા અપનાવવા અને કચરો ગમે ત્યાં નહીં ફેંકવાની આદત કેળવવાના શપથ લીધા હતા. મધુર ડેરી દ્વારા તમામ સ્વયસેવકો માટે મધુરનું ઠંડુ મિનરલ પાણી, ફ્લેવર્ડ મિલ્ક તથા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.