રંજન ગોગોઇએ દેશના નવા સીજેઆઈ તરીકે શપથ લીધા

669

જસ્ટીસ રંજન ગોગોઇએ આજે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં તમામ ટોપની હસ્તીઓ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સવારે પૌણા ૧૧ વાગે આ શપથવિધી યોજવામાં આવી હતી. સીજેઆઇ બનનાર તેઓ પૂર્વાંચલના પ્રથમ જજ છે. તેમના પિતા આસામના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. આ પહેલા પૂર્વ સીજેઆઇ દિપક મિશ્રા સુપ્રીમ કોર્ટના સ્થાયી જજ તરીકે ૨૧ વર્ષની સેવા બાદ નિવૃત થયા હતા. તે પૈકી ૧૪ વર્ષ સુધી તેઓ જુદી જુદી હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા હતા.

જસ્ટીસ ગોગોઇ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૧ના દિવસે ગુવાહાટી હાઇકોર્ટના જજ બન્યા હતા. ૨૩મી એપ્રલ ૨૦૧૨ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સેવા આપી હોવા છતાં તેમની ખાનગી સંપત્તિ મામુલી રહી છે.

સફળ વરિષ્ઠ વકીલોની તુલનામાં તેમની સંપત્તિ નહીંવત સમાન છે. સીજેઆઇની પાસે સોનાની કોઇ જ્વેલરી નથી. તેમની પત્નિ પાસે પણ જે જ્વેલરી છે તે તેમના લગ્ન વેળાની રહેલી છે. પૂર્વ સીજેઆઇ મિશ્રાની પાસે સોનાની બે અંગુઠી છે. જો કે ગોગોઇ પર કોઇ પણ દેવુ નથી. પૂર્વ સીજેઆઇની પાસે  દિલ્હીના મયુર વિહારમાં એક ફ્લેટ ખરીદવા માટે ૨૨.૫ લાખ રૂપિયાની લોન લીધેલી છે. મિશ્રાની પાસે કટકમાં એક અન્ય આવાસ પણ છે. એલઆઇસી પોલીસી સહિત સીજેઆઇની પાસે કુલ ૩૦ લાખ રૂપિયાના બેંક બેલેન્સ છે. એલઆઈસી પોલિસી સહિત સીજેઆઈ ગોગોઇ અને તેમની પત્નિની પાસે કુલમળીને ૩૦ લાખ રૂપિયાના બેંક બેલેન્સ છે. જુલાઈ મહિનામાં તેઓએ એફિડેવિટમાં કહ્યું હતું કે, તેઓએ ગુવાહાટીમાં બેલટોલામાં હાઈકોર્ટમાં જજ બનતા પહેલા ૧૯૯૯માં એક પ્લોટની ખરીદી કરી હતી. પોતાના ઘોષણાપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પ્લોટને તેઓએ જૂનમાં ૬૫ લાખ રૂપિયામાં વેચી દઇને ખરીદદારના નામ ઉપર કરી દેવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

તેમણે એમ પણ કહ્યું છે કે, તેમની માતાએ જૂન ૨૦૧૫માં ગુવાહાટી નજીક જૈપોરિગોગ ગામમાં જમીનના એક પ્લોટ તેમના અને તેમની પત્નિના નામે ટ્રાન્સફર કરી દીધા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના સફળ વકીલ એક દિવસમાં ૫૦ લાખ રૂપિયાની કમાણી કરી લે છે. સોમવારના દિવસે સીજેઆઈ તરીકે મિશ્રાએ વિદાય કાર્યક્રમમાં જ્યારે એટર્ની જનરલ વેણુગોપાલ જજોના પગારના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં સુપ્રીમ કોર્ટના જજના એક લાખ રૂપિયાના મહિને પગારનો મુદ્દો રહ્યો હશે. અલબત્ત જજના પગાર ઉપરાંત ભથ્થા અને શાનદાર આવાસની સુવિધા પણ આપવામાં આવે છે.

Previous articleરસાયણશાસ્ત્ર નોબેલ : આર્નોલ્ડ તેમજ સ્મીથ અને વિન્ટરને એનાયત
Next articleUSમાં રોડ અકસ્માતે ટીડીપી નેતા એમવીવીએસ મૂર્તિનું નિધન