ગાંધી જયંતી નિમિત્તે રાણપુર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ સામુહીક ખાદી ખરીદી કરી શિક્ષકો દ્વારા ૪૦ હજાર રૂપિયાની ખાદીની ખરીદી કરાઈ હતી.
રાણપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ બોટાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી એચ.એચ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આચાર્યેએ અને શિક્ષકોએ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ રાણપુર ખાતે સામુહીક ખાદી ખરીદી કરવામાં આવી હતી અને ૪૦ હજાર રૂપિયાની ખાદીની ખરીદી કરી હતી.આ પ્રસંગે રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહોબતસિંહ ચાવડા, ટી.પી.ઓ. પ્રવિણસિંહ મોરી, શિક્ષક સંઘના મંત્રી હસમુખભાઈ પટેલ, બી.આર.સી. બાલાભાઈ ખંડવી, પે.સેન્ટર આચાર્ય કાદરભાઈ કોઠારીયા સહીત શિક્ષકો હાજર રહ્યા હતા