ચોરી થયેલ બે મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

747

શહેરનાં કાળાનાળા વિસ્તારમાંથી એલ.સી.બી. ટીમે દાણાપીઠમાં રહેતા શખ્સને બે ચોરાવ મોબાઈલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન કાળાનાળા,તુલશી રેસ્ટોરન્ટ પાસે આવતાં પો.કોન્સ. ચંદ્દસિંહ વાળા તથા વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,કાળાનાળા,દાદાસાહેબ જૈન દેરાસર પાસે મરૂન કલરનો આખી બાયનો શર્ટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ ઇસમ મોબાઇલ ફોન વેચવા માટે ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ચિંતન ઉર્ફે ગોટીયો નગીનભાઇ ગોહેલ ઉ.વ.૨૩ રહે.વિક્રમ પ્રેસની સામે,દાણાપીઠ રોડ,રેલ્વે સ્ટેશન સામે,ભાવનગરવાળા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૮,૦૦૦/-નાં મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

ઇસમની ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં બંને મોબાઇલ તેનાં મિત્રો વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ બબ્બર તથા યુનુસ ઉર્ફે મીણબતી રહે.બંને ભાવનગરવાળાએ અગાઉ વેચવા માટે આપેલ હોવાનું અને તેને નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીમાં પણ પકડવાનો બાકી હોવાનું જણાવેલ.

Previous articleગાંધી ઉજવાશે-ગામડા સામે જોવાશે ?
Next articleભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વૃધ્ધ દિનની ભવ્ય ઉજવણી