કુંભારવાડામાં મોડીરાત્રે ભંગારના ડેલામાં આગ

910

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં મોડીરાત્રે આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો અને હજારો લીટર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, કુંભારવાડા મોતીતળાવ ખાતે શેરી નં.રની સામે રાણીના સ્મશાન પાસેના અપુલભાઈ રસુલભાઈની માલિકીના ખુલ્લા પ્લોટમાં રાખેલ અલંગના ભંગારમાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરસ્ટાફે બનાવસ્થળે દોડી જઈ આશરે ર૧ હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગને બુજાવી દીધી હતી. બનાવમાં માલ-સામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાનું કારણે નુકશાની જાણવા મળી ન હતી.

Previous articleમહિલા કોસ્ટેબલ ઉપર અજાણ્યાં શખ્સનો હુમલો
Next articleપાલીતાણામાં ભાઈએ કરી બહેનની હત્યા