સિહોરમાં યુવા કોંગ્રેસની બેઠક યોજાઈ : નવા યુવાનો જોડાયા

569
bvn1162017-1.jpg

સિહોરના ભાવનગર રોડ પર આવેલ મારુતિ દર્શન કોમલેક્સના હોલ ખાતે આજે ભાવનગર ગ્રામ્ય યુવક કોંગ્રેસની અગત્યની બેઠક મળી હતી. જેમાં નવા યુવાનો જોમ જુસ્સા સાથે યુવા કોંગ્રેસમાં જોડાયા હતા. આજે મારુતિદર્શન હોલ ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ આઇટી વિભાગના ઉ.પ્રમુખ મિલન કુવાડીયા, સિહોર શહેર પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં અગ્રણીઓ સત્તાધારી ભાજપ પક્ષને કેટલાક મુદ્દાઓને લઈ હાથ લીધી હતી મિલન કુવાડીયાએ ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ જગદીશ છેલાણાની કામગીરી અને પક્ષ પ્રત્યેની વફાદારીને બિરદાવી હતી આજે બેઠકમાં કેટલાક નવા ચહેરાઓ ખેસ ધારણ કરીને યુવા કોંગ્રેસ સાથે જોડાયા હતા અને હોદ્દાઓ પણ ગ્રહણ કરાયા હતા.

Previous articleરાજુલા-મહુવા હાઈવે પર જુદા-જુદા બે વાહન અકસ્માત : પાંચને ગંભીર ઈજાઓ
Next articleતળાજાના બોરડા પંથકમાં ખારડી ગામે ૧૪ ફુટ લાંબો અજગર ફોરેસ્ટની ટીમે ઝડપી પાડ્યો