ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ આપવા માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે. દર્દીનો મોટાભાગનો સમય સેમ્પલ આપવામા જ પસાર થઇ જાય છે. ત્યારે દર્દીઓને હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે હવે વધુ એક જગ્યાએ સેમ્પલ લેવામાં આવશે. સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નીયતિ લાખાણીએ કહ્યુ કે સિવિલમાં દર્દીઓની સુવિધા મળી રહે તે માટે પ્રયાસ કરાઇ રહ્યા છે. જેમાં સુધારા રૂપે આઉટડોરના દર્દીઓના સેમ્પલ હવે ઓપિડી બિલ્ડીંગના ૩જા માળે લેવાશે.
સિવિલમાં હાલમાં તમામ દર્દીઓના એક જ જગ્યાએ બ્લડ સેમ્પસ લેવામાં આવી રહ્યા છે.પરિણામે દર્દીઓની વિભાગના દરવાજા ખૂલે તે પહેલાથી જ લાંબી લાઇનો જામી જાય છે. ત્યારે આ લાઇનની સમસ્યા નવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતી લાખાણીના ધ્યાનમાં આવતા દર્દીઓની સમસ્યા દુર કરવા કવાયત હાથ ધરી હતી. ત્યારે સિવિલમાં વધુ સેમ્પલ માટે એક નવુ કલેક્શન સેન્ટર ખોલવામાં આવી રહ્યુ છે.
ઓપીડી બિલ્ડીંગના ૩જા માળે રીપોર્ટ માટે કલેક્શન વિભાગનો આરંભ થશે.