પૂ.મહંતસ્વામીના હસ્તે વૃક્ષપૂજન કરાયું

959

ભગવાન સ્વામીનારાયણ અને ગુણાતીત ગુરૂપરંપરાના પાંચમા અનુગામી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ પ.પૂ.મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યું. બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. એ જીવન સુત્ર સાથે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે પોતાના અંતિમ શ્વાસ સુધી લાખો લોકોને નિઃસ્વાર્થ પ્રેમની હુંફ આપી, વિશ્વવંદનિય સંત પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે બાળકો સાથે બાળક બની યુવાનો સાથે યુવાન બની વૃધ્ધો સાથે લાકડીનો ટેકો બની ભણેલા હોય કે અભણ, દેશના કે વિદેશના સૌ કોઈના હૈયામાં હંમેશને માટે સ્થપાય ગયા.

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાની વિશ્વ ફલક સમ પ્રવૃત્તિઓની પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના સ્વાસ્થ્યથી સૌ કોઈને મુલાકાતપત્ર-વ્યક્તિગત મુલાકાત દ્વારા આ મહાન સંતે અસંખ્ય લોકોના જીવનઉત્કર્ષ કર્યા છે. સમાજને મંદિરોની ભેટ આપી આધ્યાત્મિક્તાના પાઠો દ્વારા ચારિત્ર્યવાન સમાજની ભેટ આપી છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં આપત્તિના સમયે આ કરૂણામૂર્તિ સંતે પોતાની કરૂણા ગંગાના નીરથી સૌ કોઈના દુઃખ દુર કર્યા છે. સ્મૃતિ પર્વ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના બ્રહ્મલીન થયાને આજે ર વર્ષ પુરા થતા સ્મૃતિપર્વ પ.પૂ.મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં સ્મૃતિ પર્વની ઉજવણી પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય-પ્રસંગોની ઝાંખી પ્રભાતે અલૌકિક દિવ્યતા સાથે શાંત-આહલાદક વાતાવરણની શીતળતામાં પ્રમુખસ્વામી મહારાજની જીવન ઝરમરને તાદ્દશ્ય કરતા કિર્તન ભક્તિ દ્વારા સંતોએ સૌને પ્રમુખ સ્વામી મહારાજ ઉપસ્થિતિની અનુભુતિ કરાવી દિવ્ય વાતાવરણ ખડુ કરી દીધુ હતું.

પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રાતઃ પૂજા બાદ પોતાના ગુરૂ પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગોની સ્મૃતિ કરાવી હતી. આશિર્વચન આપતા જણાવ્યું હતું કે, નમે તે સૌને ગમે. પૂર્વે જે અશુરો અને પાપીઓ હતા તે પણ પોતાના પાપને બાળવા સાચા સંત પાસે નમી અને પ્રાશ્ચિત કરતા, તો તેઓ પણ નિર્મળ બની જતા, બ્રહ્મના સંગે દાસત્સપણુ રાખીને દરેક પ્રકારની સફળતામાં સહેલાઈથી સિધ્ધિઓ પામી શકાય છે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. સ્મરણાંજલી પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજને એક અનોખી રીતે સ્મરણાંજલી અર્પી હતી. વૃક્ષ વાવો અંતર્ગત વૃક્ષોનું પૂજન વિધિ કરી ૪ર૦૦ વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ.પૂ.મહંતસ્વામી મહારાજની વૃક્ષો પ્રત્યેના પ્રેમને તેમનો જ અભ્યાસ દર્શાવે છે.

ભગવાન સ્વામીનારાયણની સ્મૃતિ પર્વ અને પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિપર્વના પાવન પ્રસંગને સહભાગી થવા માનવ મહેરામણથી સભાસ્થળ હકડેઠાઠ ભરાઈ ગયો હતો. પ.પૂ. મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યનો લાભ પ્રાપ્ત કરવા હરિભક્તો વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં પૂજા-દર્શનમાં આવી કૃતાર્થતા પ્રાપ્ત કરે છે તેમજ સાંય સભામાં પણ અલગ-અલગ થીમ પર રસપ્રદ કાર્યક્રમો દ્વારા એક અનોખી અનુભુતિની ઝાંખી કરી રહ્યાં છે.

Previous articleએપીએલ રેશન કાર્ડ ધારકોને સરકારે કેરોસીનનું વિતરણ બંધ કરતા કોંગ્રેસની કલેકટરને રજૂઆત
Next articleજિલ્લા જેલ ખાતે ગાંધીજીના જીવન આધારિત પ્રસંગોની પરીક્ષા લેવાઈ