રાણપુર સ્વામિનારાયણ મંદીરે મહારાજનુ શ્રાધ્ધ ઉત્સવ ઉજવાયો

946

બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર નદીને કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીરે વર્ષો જુની પરંપરા મુજબ મહારાજના શ્રાધ્ધ ઉત્સવ ઉજવાયો હતો જેમા લાઠીદડ થી વિધ્વાન વડીલ સંતો પધાર્યા હતા સંતો ની હાજરીમાં ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી સંતોએ હાજર તમામ હરીભક્તોને શ્રાધ્ધ નો મહીમા કહ્યો હતો જેમા મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.આ પ્રસંગે રાણપુર સ્વામિનારાયણ મંદીરના કોઠારી પ્રકાસભાઈ સોની એ જણાવ્યુ હતુ કે રાણપુર સત્સંગ સમાજ વતી વર્ષોથી મહારાજનુ શ્રાધ્ધ ઉજવવામાં આવે છે આ ઉત્સવમાં તમામ હરીભક્તો ઉત્સાહ પુર્વક ભાગ લે છે આ શ્રાધ્ધ ઉત્સવની સત્સંગ સભામાં વડીલ સંતો પધારીને આશિર્વચન આપે છે આ ઉત્સવને અંતે તમામ હરીભક્તોએ મહાપ્રસાદ લીધો હતો

Previous articleખેલ મહાકુંભમાં પ્રા.શિક્ષકની હેટ્રીક સિધ્ધી
Next articleધારીના પટેલ યુવાનને ગુમ કરી ભાણવડના પરિવારે હત્યા કર્યાની ફરિયાદથી ચકચાર