લીતાણા હવામહેલ રોડ પર રહેતા શખ્સને પૂર્વ બાતમી આધારે એસઓજી ટીમે દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે આજરોજ મોહશીન ચાંદભાઇ કુરેશી ઉ.વ.૩૬ રહે. લક્ષ્મણધામ સોસાયટી હવા મહેલ રોડ હાઉસીંગ બોર્ડ પાલીતાણા જી. ભાવનગર મુળ વડવા માઢીયાફળી ભાવનગરવાળાને હવા મહેલ ફોરેસ્ટની ઝુંપડી પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.