ભારતીય વાયુસેનાનું એક એરક્રાફ્ટ ઉત્તરપ્રદેશનાં બાગપતમાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સવારે ભારતીય વાયુસેનાનું ટૂ-સીટર માઈક્રોલાઈટ એરક્રાફ્ટે હિંડન એરબસથી ઉડાન ભરી હતી.
સવારે ૯.૪૫ વાગ્યે તહસીલનાં રંછાડ ગામ પરથી આ એરક્રાફ્ટ પસાર થઈ રહ્યું હતું. પંરતુ અચાનકથી નીચેની તરફ જવા લાગ્યું.
આ એરક્રાફ્ટ એરફોર્સ ડેની તૈયારી કરી રહ્યું હતું. જ્યારે આ વિમાન બાગપત પાસે પહોંચ્યુ તો પાયલટે વિમાનને ખેતરોમાં ઉતારી દીધુ હતું. સેના તરફથી જાણવા મળ્યું છે કે, એરક્રાફ્ટ ડેઈલી રૂટીન પ્રમાણે ઉડાન ભરી રહ્યું હતું પરંતુ કોઈ તકનિકી ખરાબીનાં કારણે તેમને તાત્કાલિક બાગપતમાં ઉતારવું પડ્યું.
એરક્રાફ્ટમાં સવાર મહિલા અને પુરુષ બંને પાયલટ સુરક્ષિત છે. તેમજ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કર્નલ સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવશે. મહિલા પાઈલટ અને પુરુષ પાઈલટે પેરેશૂટથી કૂદીને જીવ બચાવ્યો હતો. વાયુસેનાનાં અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. એરક્રાફ્ટ આનંદ શર્મા નામનાં ખેડૂતનાં ખેતરમાં ક્રેશ થયું છે. ડરનાં માર્યા ખેતરમાં હાજર લોકોએ દોડાદોડી મચાવી દીધી હતી.