મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા

683

ભારતીય રિઝર્વ બેંકની આજે તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા (એમપીસી)ની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ધારણાની બિલકુલ વિરુદ્ધ જઇને આરબીઆઈએ રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખ્યા હતા. બીજી બાજુ આરબીઆઈએ જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખ્યો હતો.

આ પહેલા બે નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપોરેટને ૬.૫૦ ટકા અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. ક્રૂડની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થવાના કારણે મોંઘવારી વધવાની આશંકા દેખાઈ રહી હતી પરંતુ આરબીઆઈએ વ્યાજદરને યથાવત રાખીને તમામને ચોંકાવી દીધા છે. મોટાભાગના લોકો માની રહ્યા હતા કે, વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરાશે. આરબીઆઈએ તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ આજે આ નિર્ણય લીધો હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા.

તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરીની બિલકુલ વિરુદ્ધમાં આરબીઆઈએ વ્યાજદરમાં કોઇ વધારો કર્યો ન હતો. તમામ અર્થશાસ્ત્રીઓ માની રહ્યા હતા કે, વ્યાજદરમાં વધારો કરવામાં આવશે પરંતુ વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા હતા. છેલ્લી બે અગાઉની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કર્યો હતો. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો હતો જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમીટીએ તમામ પાસાઓને ધ્યાનમાં લઇને રેટમાં વધારો કર્યો છે. કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ યથાવત ૭.૪ ટકા રહેવાની વાત કરી છે.

Previous articleવિવેક તિવારી હત્યા કેસ : યુપી પોલીસ કર્મીઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી
Next articleકઠુઆ રેપ કેસમાં સીબીઆઈ તપાસ નહિ થાય : સુપ્રિમ કોર્ટ