નવી દિલ્હી : દિલ્હીમાં આયોજીત સંતોની ઉચ્ચાધિકાર સમિતીની એક મહત્વપુર્ણ બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે સરકાર સંસદમાં કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરે. સંત સમિતીએ કહ્યું કે, સરકાર સ્પષ્ટતાથી જણાવે કે તેનો ઇરાદો રામ મંદિર બનાવવાનો છે કે નહી ?
સંત સમિતીએ જણાવ્યું કે, રામ મંદિર નિર્માણનાં મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવશે અને આ મુદ્દે નવેમ્બરમાં પણ સાંસદોને મળીને આ મુદ્દો ઉઠાવવામાં આવસે. સંત સમિતીએ જણાવ્યું કે, તે દરેક વિસ્તારનાં સંત રાજ્યપાલ મહોદયને આ અંગે જ્ઞાપન સોંપશે. આ સાથે જ સમિતીએ જણાવ્યું કે, ગીતા જંયતી પ્રસંગે સમગ્ર દેશમાં જન જાગરણ અભિયાન ચલાવવામાં આવશે જેથી સરકાર પર દબાણ બની શકે.
આ બેઠકમાં આશરે ૩૫ સંતોએ ભાગ લીધો. બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદ પણ હિસ્સો લઇ રહ્યું છે. બેઠકની અધ્યક્ષતા મહંત નૃત્ય ગોપાલ દાસની છે. તેમાં ભાગ લેનારા પ્રમુખ સંતોમાં સ્વામી વિશ્વેવરાનંદ મહારાજ, જગદગુરૂ સ્વામી વસુદેવાનંદજી મહારાજ, ડૉ. રામ વિલાસ દાસ વેદાંતી, સ્વામી અવિચલદાસજી મહારાજનો સમાવેશ થાય છે.