દરજી સોશ્યલ ગ્રુપ ભાવનગર દ્વારા તાજેતરમાં દરજી જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ સુધીના ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તિર્ણ થયેલ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, મતવા ચોક ખાતે યોજવામાં આવેલ.
આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવેલ દિપ પ્રાગટ્ય ચીફ ગેસ્ટ ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. ચાવડા, દરજી સોશ્યલ ગ્રુપના હોદ્દેદારો અને જ્ઞાતિના આગેવાનોના હસ્તે કરવામાં આવેલ.
પો.ઈન્સ્પે. જે.એમ. ચાવડાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલ. પ્રાસંગીક પ્રવચન સેક્રેટરી જે.એમ. વાઘેલાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કે.સી. મકવાણા, મંત્રી જે.એમ. વાઘેલા, કાર્યકારી પ્રમુખ એન.ટી. વાઘેલા, ઉપપ્રમુખ ચંદુભાઈ ચાવડા, ભાસ્કરભાઈ રાઠોડ, ભરતભાઈ ચાવડા, સહમંત્રી ધીરૂભાઈ ગોહેલ તથા નટુભાઈ સરવૈયા, ભાવેશભાઈ ચાવડા અને અશ્વીનભાઈ માંડળીયાએ જહેમત ઉઠાવેલ.