પૂ.મહંતસ્વામી મહારાજના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત અક્ષરવાડી ખાતે ચાલતા વિવિધ કાર્યક્રમોમાં આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં મહારાણી સંયુક્તકુમારી દેવી, અમરજ્યોતિબા ગોહિલ, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, ડો.અયનાબેન ત્રિવેદી, રાનીબેન ચૌધરી, કૈરવીબેન જોશી, ગીતાબા જાડેજા, લક્ષ્મીબેન ગુરૂમુખાણી, ડો.બીનાબેન ત્રિવેદી, ડો.ઈલાબેન કાકડીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે દિક્ષા લીધેલા સંતોની માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.