ગીરમાં સિંહના મોત મામલે મોદીને અહેમદ પટેલનો પત્ર

962

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે ગુજરાતમાં ગીર સિંહોના મોતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ સંદર્ભમાં ઝડપી પલગા લેવા માટે અપીલ કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં જ ૨૩ સિંહના મોત થઈ ચુક્યા છે અને ૨૦૧૬ બાદથી ૧૮૦ સિંહના મોત થઈ ચુક્યા છે. રાજ્ય સરકારની લાંબી બેદરકારી અને નિરાશાજનક ધ્યાન આપવાની પ્રક્રિયાથી આ મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ૨૩ અને બે વર્ષમાં ૧૮૦ જેટલા સિંહો મૃત્યુ પામ્યા હોવા અંગે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાનને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, સિંહોના મોતની ગંભીર અને ચિંતાજનક સ્થિતિમાં રાજયની ભાજપ સરકારને કંઈ જ સુઝતું નથી.

તેમણે પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઇકો-સેન્સેટિવ ઝોનમાં ૧૦ કિલોમીટરનો વધારો કરવા સાથે પ્રવાસન અને વન્યજીવન વચ્ચે સંતુલન જાળવવા ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ તાત્કાલિક બંધ કરાવવા વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતો એક પત્ર લખ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહમદ પટેલે સિંહોના મૃત્યુ અંગે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં ૨૩ સિંહ મૃત્યુ પામવા સાથે ૩૫થી વધારે સિંહો સંક્રમણની સ્થિતિમાં ખુબ જ ચિંતાજનક હાલતમાં છે. ત્યારે ભાજપ સરકારને કાંઈ સુઝતું નથી. જ્યારે વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં કુલ ૧૮૦ અને છેલ્લા ૩ અઠવાડિયામાં ૨૩ જેટલા સિંહો મૃત્યુ પામ્યા છે. આ ખુબ જ ગંભીર ઘટના માટે સરકારનો ગેરવહીવટ જવાબદાર હોવાનું જણાવતા તેમણે ગીરના જંગલોમાં ઈકો સેન્સેટિવ ઝોન દસ કિલોમીટર વધારવા કહ્યું છે. હાલમાં ઈકો સેંસેટિવ ઝોન માત્ર ૦.૫ કિલોમીટર જ હોવાનું જણાવતા તેમણે કહ્યું છે કે, પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સમતુલન જાળવવું જરૂરી છે. વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહની દુર્લભ પ્રજાતિને બચાવી રાખવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે આવશ્યક પગલા ઉઠાવવા જોઈએ. પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઇકો-સેન્સેટિવ જોનની સીમામાં ૧૦ કિલોમીટરનો વધારો કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, પ્રવાસન અને વન્યજીવન વચ્ચે સંતુલન જાળવવા ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ પર નિયંત્રણ લાદી બંધ કરાવવા જોઈએ. જયારે આ કેસમાં ગેરકાયદે રિસોર્ટ સામે પણ પગલાં લેવા જોઈએ. એહમદ પટેલના પત્ર બાદ હવે વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગુજરાત સરકારને કોઇ સૂચના અપાય છે કે કેમ તે જોવું રહ્યું.

Previous articleદુષ્કર્મ કેસોમાં આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ
Next articleનવરાત્રી વેકેશન : રાજય સરકારની મહત્વની સ્પષ્ટતા, શાળાઓ તેમની સવલત અનુસાર નિર્ણય લઈ શકશે