તા.૦૮-૧૦-ર૦૧૮ થી ૧૪-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1414

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યબાગથી આસો નવરાત્રીની શુભ શરૂઆત થશે અને તા.૧૧-૧૦-૧૮થી એક વર્ષ માટે ગુરૂ ગ્રહનું ભ્રમણ આયુષ્ય સ્થાનમાં બંધનયોગ આપે છે. તેથી વિલવારસા અને શ્વસુર પક્ષથી ચિંતા મળી શકે છે. શારિરીક રીતે પણ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. મિલ્કત અને કુટુબીંક પ્રશ્નોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રસ્નોથી ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આસો મહિનાની શરૂઆતથી માતાજીના આર્શીવાદ મળે છે. શનિગ્રહની પનોતીના કપરા સમયમાં એક વર્ષ માટે ગુરૂ ગ્રહનું ભ્રમણ શુભ પૂરવાર થશે ઘણા સમય ફછી કાર્ય સફળતા અને માનસિક શાંતિ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મલશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નવરાત્રીની શરૂઆત શુભ રહેશે માત્ર ગુરૂ ગ્રહનુ ભ્રમણ એક વર્ષ માટે નિર્બળ ફળ આપે છે તેથી એક કાર્યમા સફળતા મળે અને બીજામાં નિષ્ફળતા મળી શકે છે. આપને માન્સીક ચિંતા આપી શકે છે માત્ર એકાગ્રતા કેળવવાથી સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે મતભેદો ન સર્જાય તે જોશો સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શેક છે. મોસાળ પક્ષથી અને કોર્ટ કચેરીથી ચિંતા મળી શકે છે. વડીલોનું આરોગ્ય સાંચવવુ જરૂરી બનશે. જાહેર જીવન જળવાઈ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આસો માસની શુભ શરૂઆત અને નવરાત્રીના શુભ દિવસો માતાજીના સંપૂર્ણ આર્શીવાદ મળી શકે છે. ગુરૂગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી અકારણ ચિંતાથી મુક્તિ મળશે અને કાર્ય સફળતાના યોગ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે જાહેર જીવનથી લાભ રહેશે પત્નીનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વ્યય સ્થાનમાં રાહુ ગ્રહનો બંધનયોગ અને સપ્તાહની શરૂઆતથી જ ગુરૂ ગ્રહનો બંધનયોગ એક વર્ષ માટે અસુભફળ આપી શકે છે. તેથી નવરાત્રીના શુભ પાવન દિવસોમાં કુળદેવી માતાજીના આર્શિવાદ મેળવવાથી જ સંપૂર્ણ વર્ષ ગુરૂ ગ્રહના આર્શીવાદ મળી શકે છે. મિલકત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો ાસથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે વધુ મહેનત થોડી સફળતા મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ સપ્તાહની શરૂઆતથી એક વર્ષ માટે ગુરૂ ગ્રહનું ભ્રમણ શુભ રહેશે ઘણા સમયથી મહેનત પ્રમાણે સફળતા થોડી મળતી હતી હવે નસીબનો સહકાર મળશે છે જે નવરાત્રીના શુભ દિવસો માટે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે આનંદ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ મળશે જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં શ્રધ્ધા વધશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે શુભ સમય રહેશે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેતુ ગ્રહના બંધનયોગના કપરા સમયમાં નવરાત્રીની શુભ શરૂઆત સાથે ગુરૂગ્રહના આર્શીવાદ મળે છે માત્ર વાણી વર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી અથવા મૌન રહેવાથી જ કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્ની નું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનું કાર્ય સંપન્ન થઈ શકશે. જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યો આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે મંગળવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કેટલાય સમય પછી અચાનક પરિવર્તન મળી રહ્યુ છે. સંપૂર્ણ વર્ષ જન્મના ચંદ્ર ઉપર ગુરૂનુ ભ્રમણ ગજકેસરી જેવા શુભ યોગનું નિર્માણ કરે છે. નવરાત્રીના શુભ પર્વોમાં માતાજીના આર્શીવાદ ઘણા વર્ષે મળે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોની પ્રગતી મળી શકશે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આરોગ્ય સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો નવરાત્રીના શુભ દિવસોમા તન મન ધનથી માતાજીની ભક્તિ કરીને આર્શિવાદ મેળવવા ખુબજ આવશ્યક છે. કારણ કે શનિ ગ્રહની પનોતી અને રાહુ ગ્રહ સાથે ગુરૂ ગ્રહનો બંધનયોગ પણ મળી રહ્યુ છે. જે અશુભ છે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોેસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ઈષ્ટદેવ અથવા કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના પ્રથમ કપરા તબક્કામા એક વર્ષ માટે ગુરૂ ગ્રહના આર્શિવાદ માતાજીની કૃપા સાથે મળી રહ્યો છે. કપરા કાર્યો પણ સરળ બની શકે છે. માત્ર આળસવૃત્તી અને મનોરંજનથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલો તરફથી લાભ રહેશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સૂર્ય મંગળ અને કેતુ ગ્રહની અશુભ બંધનયોગ ના સમયમાં પણ ગુરૂ ગ્રહનું ભ્રમણ એક વર્ષ માટે મિશ્ર ફળદાયી રહેશે માત્ર નિરપેક્ષ ભાવથી કાર્યો કરશો તો સંપૂર્ણ વર્ષ રાશી પતી શનિગ્રહના આશીવાદથી કાર્ય સફળતાના યોગ મળતા રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ લેવા જરૂરી છે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોૈના પ્રશ્નો ઉતાવળ ન કરવી જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જ નવરાત્રીના શુભ દિવસો માતાજીના સંપૂર્ણ આર્શિવાદ આપને મળે છે. એક વર્ષથી ગુરૂગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી ઘણા સમયથી રોકાયેલા કાર્યોનું નિરાકરણ મળશે પ્રગતી પણ થશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળસે સંતાનોના કાર્યોમાં પ્રગતી થશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

Previous articleસરતાનપરના સમુદ્રમાંથી મળી દૈત્યાકાર માછલી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે