ચિલોડાથી ગાંધીનગર તરફનાં માર્ગ પર સર્કલ પાસે શાકમાર્કેટનાં કારણે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે. પરંતુ શાક માર્કેટનાં વેપારીઓ દ્વારા ફેકવામાં આવતા કચરાનાં કારણે રખડતા પશુઓ પણ રોડ પર તથા ડીવાઇડર પર જ ધામા નાંખીને પડ્યા રહે છે. જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે. ૩ દિવસ પહેલા જ આ જગ્યાએ ગાય વેગેનાર કાર પર પડતા અકસ્માત સર્જાયો હતો.