સિહોર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

677
bvn7112017-3.jpg

સિહોર યાર્ડ ખાતેે સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે સેન્ટર ફાળવાયું છે જેનો આજથી પ્રારંભ થયો છે અને ટેકાના ભાવે આજથી ખરીદી નો પ્રારંભ કરાયો છે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની નિર્ણય કર્યા બાદ ખાસ કરીને સિહોર યાર્ડ ખાતે સેન્ટર ફાળવવા માં આવ્યું છે આજે સિહોર માર્કેટિંગ યાર્ડ અને સહકારી સંઘ ના સંયુક્ત ઉપક્રમે જીઆઇડીસી ત્રણ ખાતે આવેલ યાર્ડના કમ્પાઉન્ટમાં ટેકાના નવસો રૂપિયાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે પ્રથમ દિવસે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને યાર્ડ ખાતે ટેકાના ભાવોમાં ખરીદી માટે મુકાઈ હતી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવતા ખેડૂતો માં આંનદની લાગણી પ્રસરી હતી આજના દિવસે મગફળીની વધુ પડતી આવક થઈ હતી જ્યારે આ તકે પાંચાભાઈ દેવગાણા, પરેશભાઈ રાઠોડ, ગેમાંભાઈ આહીર, શંકરમલ કોકરા, મનુભાઈ મોરી, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઋષિરાજ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી રોકડ ચોરાઈ
Next articleદેવીપૂજક સમાજની રેલી યોજાઈ