સરકારે સ્વાઇન ફ્લુનું નામ બદલીને સીઝનલ ઇન્ફ્લુએન્ઝા કરી નાંખ્યુ છે. પરંતુ એચ૧એન૧ વાઇરસ ગાંધીનગર જિલ્લામાં તેજ ગતીએ ફેલાઇને હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે શનિવારે ગાંધીનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મળીને સ્વાઇન ફ્લુનાં વધુ ૫ કેસો સામે આવ્યા છે. જેના પગલે જિલ્લામાં ગાંધીનગર શહેર સહિત કુલ કેસોની સંખ્યા ૩૮ થઈ છે.
હાલીસાનાં ૪૭ વર્ષિય પુરૂષ, વાવોલનાં ૪૨ વર્ષિય પુરૂષ તથા કુડાસણનાં ૪૬ વર્ષિય મહિલાનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાનાં ગ્રામ્યનાં કુલ કેસો ૩૧ પર પહોચ્યા છે. જયારે ગાંધીનગર મહાનગર પાલિકા તાબાનાં બોરીજનાં ૪૦ વર્ષિય મહિલા તથા સેકટર ૧૨નાં ૫૫ વર્ષિય પુરૂષનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પણ પોઝીટીવ આવતા શહેરમાં કુલ સ્વાઇન ફ્લુનાં કેસોની સંખ્યા ૮ થઇ છે. કુડાસણ સરગાસણ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૪ કેસો મળી આવ્યા છે.