નવરાત્રી તહેવારના અનુસંઘાને જાફરાબાદમાં શાંતિ સમિતિની બેઠક

687

જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મામલતદાર ચૌહાણની અધ્યસ્થામાં આગામી નવરાત્રી તહેવાર અનુસંઘાને જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિની મીટીંગનું આયોજન થયેલ જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ટી. ચનુરાએ નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગેરકાનુની પ્રવૃત્તિ ન થાય તેમજ ટાઉન તેમજ મરીન પોલીસ દ્વારા આ તહેવારમાં સંઘન પેટ્રોલીંગ તેમજ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સાથ સહકાર અપાવવા પી.આરઈ. દ્વારા અનુરોધ કરવામાં આવેલ આ તકે વેપારી એસોસીએશનના આગેવાન હર્ષદભાઈ, ખારવા મસાજના આગેવાન નારણભાઈ અન્ય ગ્રામ્ય આગેવાનો તેમજ ગામડના સરપંચ બહોળી સંખ્યામાં હાજર રહેલ હતાં.

Previous articleશિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની ૮૪મી રાજય ગોષ્ઠી ભાણવડમાં યોજાઈ
Next articleતરણ સ્પર્ધામાં જીલ્લામાં દ્વિતિય ક્રમે