બોટાદની જીવદોરી સમાજ કૃષ્ણ સાગર તળાવને નર્મદાના પાણીથી સંપુર્ણ રીતે ભરવાની માંગ ખેડૂત સમિતિ દ્વારા કરવામાં આવી છે. બોટાદ જીલ્લા ખેડુત સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે માંગ કરી છે કે હાલમાં બોટાદ પંથકની કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ કેનાલનું પાણી કૃષ્ણ સાગર તળાવમાં વાળવામાં નથીઅ ાવી રહ્યું. આ તળાવનું રીઝર્વ પાણીનો ખેડૂતો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે. અને શિયાળુ ઉનાળુ મોલાત પણ લઈ શકે છે. આ તળાવ પર ૪ હજાર કરતા વધુ ખેડૂતો નિર્ભર છે અને હાલ અપુરતા વરસાદને લઈને અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ તળાવમાં પાણી ભરવાથી ભુગર્ભ જળસ્તર પણ ઉંચા આવશે અને ખેડૂતોની પણ પ્રગતિ થશે રોજગારી તકો વધશે.