તળાવ હાઈવે પર આવેલ પસવી ગામ નજીક બપોરના સમયે લોડીંગ ટેમપામાં મુસાફરી કરી રહેલાં બાળકો, મહિલાઓ અને પુરૂષોને ટેમ્પાએ ગુંલાટ મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાબેના સાણોદર ગામથી ખેત મજુરી કરી પોતાના ગામ ઝાઝમેર લોડીંગ ટેમ્પા નં. જી.જે.૪ એ.ટી. ૭ર૩૧માં જતા હતા, ત્યારે પસવી ગામ નજીક કોઈ અજાણ્યો બાઈક ચાલક વચ્ચે પડતા તેને બચાવવા જતાં ટેમપાએ ગુંલાટ ખાધી હતી. બનાવ બનતા લોડીંગ ટેમ્પામાં મુસફારી કરી રહેલા રવિ સોલંકી (ઉ.વ.ર૪), આરતી ભાલીયા (ઉ.વ.૧૦), શોભા ભાલીયા (ઉ.વ.૬), કિશન ભાલીયા (ઉ.વ.૧૧), કરૂણા ભાલીયા (ઉ.વ.૧પ), ક્રિષ્ના ભાલીયા (ઉ.વ.રપ), રોશનબેન શેખ (ઉ.વ.૬૦), દર્શનભાઈ લશ્કરી (ઉ.વ.રપ) છગનભાઈ સાટીયા (ઉ.વ.૬પ) અને જરીનાબેન મહિડા (ઉ.વ.૪ર)ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.