સબરીમાલા ચુકાદા પ્રશ્ને રિવ્યુ પિટિશન થઇ શકે છે

997

કેરળના ઐતિહાસિક સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ વિવાદ અકબંધ રહ્યો છે. અનેક હિન્દુ સંગઠન અને પાંડલમના શાહી પરિવાર દ્વારા હવે સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી દાખલ કરવાની તૈયારી થઇ રહી છે. મુખ્યમંત્રી વિજયન દ્વારા આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ચુકાદાને અમલી કરવાને લઇને સરકાર આશાવાદી છે. વિજયને બોલાવેલી બેઠકનો સબરીમાલાના પુજારીઓના પરિવાર દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોર્ટના ચુકાદાને અમલી કરવાની સરકારની જવાબદારી છે.  અરજી દાખલ કરવા માટેની વિચારણા થઇ રહી નથી. સુપ્રીમ કોર્ટે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રથાને મહિલાઓની સાથે ભેદભાવ તરીકે ગણાવીને બંધ કરી હતી.

Previous articleડોલરની સામે રૂપિયો પ્રથમ વખત ૭૪.૦૬ની સપાટીએ
Next article૧૩ વર્ષ બાદ સ્થાનિક ચૂંટણી માટે ઉત્સાહની વચ્ચે મતદાન