ર૦૧રની ચૂંટણીમાં કોણ કેટલા મતો વિજેતા થયેલ

774
guj7112017-11.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે. આગામી તા.૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાન થનાર છે ત્યારે રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં રાજકિય પક્ષો અને ચૂંટણી લડવા ઈચ્છતા લોકો સક્રિય થયા છે અને સમગ્ર માહોલ ગરમાયો છે ત્યારે હાલમાં તો કઈ બેઠક પરથી કોને ટીકીટ અપાશે તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ગત વિધાનસભા ચૂંટણીના લેખાજોખા જોઈએ તો ર૦૧રમાં ભાવનગર જિલ્લામાં ૯ બેઠકો હતી. જ્યારે ર૦૧૭માં બોટાદ જિલ્લો બનતા બે બેઠકો કપાતા હાલમાં કુલ ૭ બેઠકો રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કુલ ૯ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ૮ બેઠકો અને કોંગ્રેસના ફાળે ૧ માત્ર બેઠક આવી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સૌથી વધુ પ૩,૮૯૩ મતોની સરસાઈથી કોંગ્રેસના ડો.મનસુખ કાનાણી સામે વિજયી થયા હતા. જેમાં સૌથી વધુ સરસાઈ જીતુ વાઘાણીને પ૩,૮૯૩ મતો તથા સૌથી ઓછી ૯૦૯૪ની સરસાઈ આત્મારામ પરમારને મળી હતી. ત્યારે આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોને ટીકીટ મળે છે અને કોણ કેટલી સરસાઈથી વિજેતા બને છે તે જોવું રહ્યું.
૧૦૪ ભાવનગર પુર્વ
ભાવનગર પૂર્વ બેઠક પર ૬૮.૧૧ ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના વિભાવરીબેન દવેને ૮પ,૩૭પ મતો મળ્યા હતા અને કોંગ્રેસના રાજેશ જોશીને ૪પ,૮૬૭ મતો મળતા વિભાવરીબેનનો ૩૯,પ૦૮ મતે વિજય થયો હતો. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. 
૧૦૫ ભાવનગર પશ્ચિમ
ભાવનગર પશ્ચિમ બેઠક પર કુલ ૧૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સૌથી વધુ ૯ર,પ૮૪ મતો ભાજપના જીતુભાઈ વાઘાણીને મળ્યા હતા. જ્યારે તેની નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ડો.મનસુખ કાનાણીને ૩૮,૬૯૧ મતો મળ્યા હતા. પરિણામે જીતુ વાઘાણીનો પ૩,૮૯૩ મતોથી વિજય થયો હતો. 
૧૦૩ ભાવનગર ગ્રામ્ય
ભાવનગર ગ્રામ્ય બેઠકમાં ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. જેમાં પરશોત્તમભાઈ સોલંકીને ૮૩,૯૮૦ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને ૬પ,૪ર૬ મતો મળ્યા હતા. ત્યારે આ બેઠક પર પરશોત્તમભાઈ સોલંકીનો ૧૮,પપ૪ મતે વિજય થયો હતો. 
૧૦૨ પાલિતાણા બેઠક
પાલીતાણા બેઠક પર ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલો. જેમાં ૭૦.૭પ ટકા મતદાન થયેલું. તેમાં કોંગ્રેસના પ્રવિણ રાઠોડને ૬૯,૩૯૬ મતો મળ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ એવા મહેન્દ્રસિંહ સરવૈયાને પપ,૦૭૧ મતો મળતા કોંગ્રેસના પ્રવિણ રાઠોડનો ૧૪,૩રપ મતે વિજય થયો હતો.
૯૯-મહુવા બેઠક
મહુવા બેઠક પર ૬ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં ૬૭.૧૮ ટકા મતદાન થયેલ. તેમાં ભાજપના ભાવનાબેન મકવાણાને પ૭,૪૯૮ મતો મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ભરત ઠાકરને ર૯,૦૪૬ મતો મળ્યા હતા અને કોંગ્રેસના રાજ મહેતાને ર૭,૮પપ મતો મળ્યા હતા. જેમાં ભાવનાબેન મકવાણાનો ર૮,૩પર મતે વિજય થયો હતો. 
૧૦૦-તળાજા બેઠક
તળાજા બેઠક પર ૬૬.૪૬ ટકા મતદાન થયેલું. જેમાં વર્તમાન સાંસદ એવા ભારતીબેન શિયાળને ૬૬,૩પ૭ મતો મળ્યા હતા અને ભાવનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ સંજયસિંહ સરવૈયાને ૩૩,પ૧૩ મતો મળ્યા હતા. જ્યારે આ બેઠક પર જ અપક્ષ ઉમેદવાર એવા મનહરભાઈ બલદાણીયાને ૧પ,૮પ૯ મતો મળ્યા હતા. ત્યારે આ બેઠક પર ભારતીબેન શિયાળનો ૩ર,૮૪૪ મતે વિજય થયો હતો.
૧૦૧-ગારિયાધાર બેઠક
ગારિયાધાર બેઠક પર ૧પ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. જેમાં ૬પ.૦૯ ટકા મતદાન થયેલું. તેમાં ભાજપના કેશુભાઈ નાકરાણીને પ૩,૩૭૭ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બાબુભાઈ માંગુકિયાને ૩૭,૩૪૯ મતો મળ્યા હતા. આ બેઠક પર ભાજપના કેશુભાઈ નાકરાણીનો ૧૬,૦ર૮ મતે વિજય થયો હતો.
૧૦૬-ગઢડા બેઠક
ગઢડા બેઠક પર ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલો. જેમાં ૬પ.૬૮ ટકા મતદાન થયેલું. તેમાં ભાજપના આત્મારામ પરમારને ૬૪,૦પ૩ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રવિણ મારૂને પ૪,૯પ૯ મતો મળતાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો ૯૦૯૪ મતોની સરસાઈથી વિજય થયો હતો.
૧૦૭-બોટાદ બેઠક
બોટાદ બેઠક પર ૧૩ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં ૭૯.ર૩ ટકા જેટલું ભારે મતદાન થયું હતું. જેમાં ભાજપના ડો.ટી.ડી. માણીયાને ૮૬,૧૬૪ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કુંવરજી બાવળીયાને ૭૬,૧૭૯ મતો મળતા ડો.માણીયાનો ૧૦,૦૦પ મતે વિજય થયો હતો.

Previous article૨૧ દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલો શરૂ
Next articleચૂંટણી ટાંણે ગાંધીનગરથી પકડાયો રૂ.૧૧ લાખનો દારૂ