રાજુલા તાલુકાની મુલાકાતે સાંસદ નારણભાઈ કાછડીયા શું ચૂંટણી નજીક આવી ત્યારે કોંગ્રેસના તાલુકા પંચાયત ચેરમેનનો વેધક સવાલ ચાર ચાર વર્ષે હવે ગામડાના ખેડૂતો યાદ આવ્યા ? ખેડૂતોની પરિસ્થિતિ શું છે તેવું કોઈ ગામમાં પુછ્યું છે. ચેરમેન ભીખાભાઈ પીંજરના નિવેદનમાં કહે છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા જે અમરેલી જિલ્લાનો સાવ પછાત વિસ્તાર હોય ખેડૂતોને ચાલુ વર્ષે કુદરતની કફા મરજીથી વરસાદ છેલ્લે છેલ્લે પાક તૈયારના સમયે ન વરસતા ભયંકર દુષ્કાળ પડ્યો હોય આના કરતા કોરો દુષ્કાળ પડે તે વધારે સારૂ ખેડૂતોના ઘરમાં ચીજવસ્તુઓ મોંઘાદાટ ખાતર બિયારણ જમીનમાં નાખી ર-ર, ૩-૩ વખત ઉછી ઉધારા કરી વાવણી વાવેલ હોય અને તે પણ સાવ નિષ્ફળ જતા ખેડૂતોને આપઘાત કર્યા સિવાય છુટકો નથી. અરે હાલમાં ખેડૂતો કરી રહ્યાંછે તેવા સમયે અમરેલી જિલ્લા અસરગ્રસ્ત જાહેર કરવા નારણભાઈ કાછડીયાની માંગ લોકસંસાર ન્યુઝમાં અહેવાલ પણ છપાયેલ હોય તો તે તમારા પાસે સાંસદનો હોદ્દો હોય ત્યારે તમારી જે હકીકત છે. રાજુલા, જાફરાબાદ, ખાંભાની પછાત વિસ્તારની તો તેનું શું થયું ? તેમજ એક વચન આપેલ રાજુલા તાલુકાના હડમતીયા, રાજપરડા મહિલા સરપંચ પદે સમરસ થાય તો ગ્રામ પંચાયતોને રૂા.પાંચ લાખ વિકાસના કામોમાં આપીશ તો તે હજુ સુધી મળ્યા નથી તેમજ નેસડી (૧) ગામમાં છેલ્લા ૧૦ વર્ષથી એક પણ રૂપિયો ર૦ વર્ષના શાસનકાળમાં મળેલ નથી. જ્યારે આપ રાજુલા તાલુકાના ૭ર ગામની રૂબરૂ મુલાકાતે છો તમે પુછો ખેડૂતો એક તો દુષ્કાળ જેવી ઘોર પરિસ્થિતિમાં ખેડૂતને ૧ર કલાક લાઈટ આપવાની જાહેરાત પણ લોલીપોપ માત્ર ૮ કલાક અને તેમાંય જટકે જટકે ૪ કલાક ખેડૂતનો રહ્યો સહ્યો પાક વિજળી નહીં મળવાને કારણ સુકાતો જાય છે. રાજુલા તાલુકાના ગામનો વિકાસ માટે વર્ષે ગામડા દીઠ પ૦ હજાર આવે તો તેમાં વિકાસ શું કરી લેવો એ તમામ બાબતોને લઈ ખેડૂતો ભાજપ સરકાર વિરૂધ્ધ જશે માટે ખેડૂતોની વ્હારે આવો તેમ ચેરમેન ભીખાભાઈ પીંજર કહે છે.