જિલ્લા કચેરી પાસે વાહન ર્પાકિંગ કરવાની પારાયણ

806
gandhi8112017-1.jpg

જિલ્લા કલેક્ટર કચેરી, કોર્ટ બિલ્ડિંગ અને મહાપાલિકાની કચેરી આસપાસ વાહન ર્પાકિંગ સંબંધે દરરોજ પારાયણની સ્થિતિનું સર્જન થયું છે. વાહન પાર્ક કરવા માટે અહીં જરૂરત મુજબની વ્યવસ્થા કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે.છેલ્લે કોર્ટ બિલ્ડિંગ અને કલેક્ટર કચેરી વચ્ચે આવેલા વિશાળ પ્લોટને ખાણી પીણીના લારી, ગલ્લાથી મુક્ત કરાવીને ત્યાં ર્પાકિંગ પ્લેસ બનાવવામાં આવ્યું. પરંતુ ત્યાં ફરીથી ફેરિયાઓનો જમાવડો થઇ ગયો છે. સ્થળે ઘણાં વાહનો પાર્ક થતાં હોવા છતાં ઉપરોક્ત ત્રણ કચેરીઓ પર આવતા અરજદારોના વાહનો માટે પુરતી જગ્યા રહેતી નહીં હોવાથી દરરોજ ટ્રાફિક જામના દશ્યો સર્જાતા રહે છે. મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ જાગૃત મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. 

Previous articleચૂંટણી ટાંણે ગાંધીનગરથી પકડાયો રૂ.૧૧ લાખનો દારૂ
Next articleસનદી અધિકારી કે ક્લાસ વન અધિકારીઓ નેતા બનવાની લ્હાયમાં