અભિનેત્રી કિયારા અડવાણીના ગ્રહો પલટાયા જણાય છે. તાજેતરમાં એને એક નહીં બબ્બે મોટી ફિલ્મો મળી હતી. જ્હૉન અબ્રાહમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બાટલા હાઉસ માટે એને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.
અત્યાર અગાઉ એને શાહિદ કપૂર સાથે હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક માટે સાઇન કરવામાં આવી હતી. લેટેસ્ટ માહિતી મુજબ એને બાટલા હાઉસ માટે પણ સાઇન કરવામાં આવી હતી.
દેશના પાટનગર નવી દિલ્હીમાં એક સ્થળે છૂપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા કરાયેલા એન્કાઉન્ટરની કથા ધરાવતી બાટલા હાઉસમાં જ્હૉન અબ્રાહમ એસીપી (સહાયક પોલીસ કમિશનર)નો રોલ કરી રહ્યો છે. આમ અત્યારે કિયારાને બબ્બે સારી ફિલ્મો મળી છે.