વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિટ ૨૦૧૮નો ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે આગામી ઓક્ટોબર મહિનામાં તારીખ ૧૧થી ૧૩ દરમિયાન ત્રિદિવસીય વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિય યોજાશે.
આ સમિટનું આયોજન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયુ છે. આ એક્ઝિબિશનમાં નાસકોમ પ્રેસીડેન્ટ દેબજાની ઘોષ, ગેશિયા આઈટી ચેરમેન વિવેક ઓઘરા હાજર રહેશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડિસ્ટ્રીઝ (એફઆઈસી સીઆઈ), ગુજરાત ઈલેકટ્રો-નીકસ એન્ડ સોફટવેર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતની ઔદ્યોગીક સંસ્થાઓના સહકારી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનું આયોજન થશે.
ઉદ્ઘાટન કરાવતી વખતે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે, આજનો યુવા ગુજરાતની વાયબ્રન્ટ ઈકોનોમી માં ભાગ લેવા માટે સજ્જ છે. આપણાં યુવાનો ઈનોવેશનના માધ્યમથી ઈકોનોમીને મજબૂત કરવાનું કામ કરી રહ્યુ છે. સ્ટાર્ટ અપ અને ટેક્નોલોજી સમિટના માધ્યમથી યુવાઓને એક નવી તક મળશે અને યુવાનો જોબ ગિવર બને તે માટે સરકાર કાર્ય કરી રહી છે.