ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે બી.સી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના અંકિતભાઈ પટેલ ડાયરેકટર ઈઝી લર્ન એકેડમીનું પ્રોગ્રામ લેન્ગવેજ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં કોમ્પ્યુટર ભાગ રૂપે પ્રોગ્રામીંગ લેગ્વેજીસનું આજના ટેકનિકલ યુગમાં કોમ્પયુટરના અભ્યાસમાં શું મહત્વ છે ? તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.