બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ ઉપર આધારિત કલંક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, વરુન ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને માધુરી દિક્ષીત મુખ્ય રોલમાં કામ કરી રહ્યા છે. ધર્મા પ્રોડક્શન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ ફિલ્મ ૧૯મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. તેનું કહેવું છે કે, અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાનદાર ફિલ્મ રહેશે. કરણ જોહર અને તેમના પિતા સ્વર્ગસ્થ યશ જોહર દ્વારા ૧૫ વર્ષ અગાઉ આ ફિલ્મની રુપરેખા તૈયાર કરાઈ હતી. ૧૯૪૦માં રહેલી સ્થિતિ આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. સોનાક્ષીએ ફિલ્મ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ ફિલ્મ તેના માટે એક મોટા અનુભવ તરીકે છે. કારણ કે, આમા જુદા જુદા પ્રકારના રોલ તમામ કલાકારો કરી રહ્યા છે. ફિલ્મમાં ૧૯૭૭માં ધૂમ મચાવી ચુકેલી ઇન્કાર ફિલ્મના ગીતને પણ રજૂ કરવામાં આવશે. હેલન અને અમઝદ ખાન ઉપર આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. હાલમાં જ હેપ્પી ફિર ભાગ જાગેગીમાં પણ તે નજરે પડી હતી. જાતિય સતામણીના મુદ્દા ઉપર પુછવામાં આવતા સોનાક્ષીએ સાવધાનીપૂર્વક જવાબ આપ્યા હતા. મી ટુ ચળવળના સંદર્ભમાં સોનાક્ષીએ કહ્યું હતું કે, જ્યારે બનાવ બને ત્યારે મહિલાઓએ અવાજ ઉઠાવવો જોઇએ. મહિલાઓ સાથે સતામણી કરનાર લોકો સામે ચોક્કસપણે સજા થવી જોઇએ. તે એમ પણ માને છે કે, મોટી હસ્તીઓએ મિડિયા સમક્ષ આવીને વાત કરવી જોઇએ. આ મામલામાં જેટલી બાબતો જાહેર થશે તે બાબતો ફાયદાકારક સાબિત થશે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, વરુન ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને માધુરી દિક્ષીત મુખ્ય રોલમાં કામ કરી રહ્યા છે.