ગુજરાતમાં ફરજ પરના IAS અને IPSના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

1292

રાજ્યમાં ફરજ બજાવતાં આઈએસએસ અને આઈપીએસ અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રાજ્ય સરકારે પાબંધી લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આગામી વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સમિટને પગલે લેવામાં આવ્યો છે.

રાજ્યમાં સેવારત કોઇપણ આઈએસએસ કે આઈપીએસ અધિકારી ટ્રેનિંગ મેળવવા માટે પણ વિદેશમાં જઇ શકશે નહીં. તાજેતરમાં ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ પ્રવાસ ચાલ્યા ગયા હતા. માટે અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રારંભમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવાની હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આદેશ કરી દેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકારીઓને વિદેશ પ્રવાસ જવા પર પ્રતિબંધ લાદયો છે. છતાં ઇમરજન્સી કેસમાં તેમને વિદેશ જવા માટેની મંજૂરી મળી શકે છે. પરંતું આવા કિસ્સામાં તેમણે જે તે વિભાગની પરવાનગી લેવી પડશે.

Previous articleશાહ પહેલો દિવસ પરિવાર સાથે રહ્યા, રાત્રે માણસામાં કુળદેવીની આરતી ઉતારી
Next articleશિક્ષકોને સ્ટેમ્પ પર સોગંદનામું કરવાના હુકમથી ભારે આક્રોશ