ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના ભરતભાઈ રાઠોડ-આઈટી-ટેકનીશ્યન ઈન ભાવનગર રેલ્વેનું હાવ ટુ મેક પ્રોજેક્ટ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં કોમ્પ્યુટરમાં પ્રોજેક્ટ કઈ રીતે બને છે. આજના ટેકનિકલ યુગમાં કોમ્પ્યુટરના અભ્યાસમાં પ્રોજેક્ટનું શું મહત્વ છે ? તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.