કતપર ગામે માલધારી સમાજે પોલીસ પહેરા વચ્ચે નવરાત્રિ નિમિત્તે મંદિરમાં દર્શન-પૂજા કરી

3021

મહુવા તાલુકાના કતપર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માલધારી પરિવાર દ્વારા નવરાત્રિ નિમિત્તે દર્શન પૂજન સહિતના ધાર્મિક કાર્ય કરવામાં આવ્યા.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના કતપર ગામે થોડા વર્ષો પૂર્વે બે કોમ વચ્ચે સર જૂથ અથડામણમાં આ ગામના સરપંચની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ભારે તનાવ સર્જાતા આ ગામનો માલધારી પરિવાર ગામ છોડીને અન્યત્ર હિજરત કરી ગયા હતા આ માલધારી પરિવારો નો પુનઃ ગામમાં વસવાટ થાય તે માટે સત્તાવાર તંત્ર અને રાજકીય આગેવાનો  દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે અને માલધારી પરિવારો નો પુનઃ વસવાટ થાય અને શાંતિ વ્યવસ્થા બહાલ રહે તે માટે તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા હતા અને સમગ્ર મુદ્દો રાજકીય રંગ પકડવા સાથોસાથ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ આ અંગે કોઇ નક્કર કાર્યવાહી આજ દિન સુધી થવા પામી નથી પ્રતિવર્ષ માલધારી સમાજ  નવરાત્રી ના સમયગાળા દરમ્યાન કતપર ગામે આવેલ પોતાના દેવસ્થાનોમાં દર્શન-પૂજન માટે તંત્ર પાસે મદદ માગે છે જે અંતર્ગત આ વર્ષે પણ માલધારી સમાજ ના અગ્રણીઓ દ્વારા ગામમાં પ્રવેશી પોતાના દેવસ્થાનો અને માતાના મઢ દર્શન પૂજા અર્ચના માટે ગામની અંદર સુખ રૂપ પ્રવેશ કરવા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાની મદદ માગી હતી જે અંતર્ગત ડીએસપી ડી.વાય.એસ.પી મામલતદાર સહિત ૨૦૦થી વધારે પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ માલધારી સમાજના લોકોનો ગામમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા તેમના દેવસ્થાનોમાં પૂજા દર્શન સહિતના કાર્યો કર્યા હતા કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર  ગામ માં મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ કામગીરી પૂર્ણ થઇ હાલ તુરંત સુરક્ષા વ્યવસ્થા અકબંધ રાખવામાં આવી છે અને માલધારી સમાજ ફરી પોતાના ઘર તરફ મોકલવામાં આવ્યા હતાં.

Previous articleપત્રકારત્વ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’નું શુટીંગ ભાવનગર-દિવમાં થશે
Next articleસિહોરનો કુખ્યાત બુટલેગર ‘જયલો’ આખરે ઝડપાયો