વેજિટેરિયન બનવા માટે દરેક જણને ન કહી શકાય

1279

મીટ અને ચામડાની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરતી એક અરજી ઉપર આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, તે એવો કોઇ આદેશ આપી શકે નહીં જેમાં એમ કહી શકાય છે કે દરેક વ્યક્તિ વેજિટેરિયન બને. કોર્ટે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વેજિટેરિયન બનવા માટેના આદેશ આપી શકાય નહીં. જસ્ટિસ મદન બી લાકુરે અરજી કરનાર લોકોના વકીલ તરફથી કરવામાં આવેલી રજૂઆત બાદ આ મુજબનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટેે કહ્યું હતું કે, દેશમાં દરેક વ્યક્તિ વેજિટેરિયન બને તે માટે ફરજ પાડી શકાય નહીં. કોર્ટે મામલાની સુનાવણી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી રોકવાનો આદેશ કર્યો છે.

Previous articleઓરિસ્સા અને આંધ્રમાં ભારે નુકસાન : બંગાળ પર ખતરો
Next articleયુગાન્ડામાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોનાં મોત