મી ટુ અભિયાન દેશમાં જોરદાર રીતે છેડાઇ ગયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટમ મચી ગયો છે. કારણ કે તનુશ્રી દત્તા દ્વારા આરોપો કરવામાં આવ્યા બાદ હવે આ ક્ષેત્ર સાથે જોડાયેલી અભિનેત્રીઓ અને મહિલાઓ તેમની સાથે જાતિય સતામણીના થયેલા મામલા મામલે મૌન તૌડી રહી છે. આગામી દિવસોમાં નિર્માતા નિર્દેશકોની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડી શકે છે. ફિલ્મ ઉદ્યોગની છાપને મરણતોળ ફટકો પડી ચુક્યો છે. ઇન્ડ્સ્ટ્રીઝનવા અનેક દિગ્ગજ સામે આરોપો થઇ ચુક્યા છે. મીટુ હેઠળ હવે ચિત્રાંગદા સિંહ દ્વારા પણ તેનો એક અનુભવ રજૂ કરીને આ ચર્ચાને આગળ વધારી દીધી છે. ચિત્રાગદા સિંહે કહ્યુ છે કે તેને ફિલ્મ બાબુમોશાય બંદુકબાજ માટે ન્યુડ સીન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ચિત્રાંગદાએ કહ્યુ છે કે ફિલ્મના નિર્દેશક કુશાન નંદી દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે સ્ક્રીપ્ટમાં એકાએક ફેરફાર કરીને નિર્દેશકે તેને સિદ્ધીકી સાથે વસ્ત્રો ઉતારીને લવ સીન કરવા માટે કહ્યુ હતુ. એટલુ જ નહીં બલ્કે તેમના દ્વારા ખોટા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ અનુભવ તેના માટે ખુબ પિડાદાયક હતા. તેનુ કહેવુ છે કે આ તમામની વચ્ચે તેને સૌથી ખરાબ ચીજ જે લાગી હતી તે એ હતી કે નવાજુદ્દીન સિદ્ધીકીએ તેનો સાથ આપ્યો ન હતો. તે હાજર હોવા છતાં નિર્દેશકને કઇ પણ કહી શક્યો ન હતો. સેટ પર હાજર રહેલી મહિલા નિર્માત્રી પણ મૌન રહી હતી. આખરે તેને આ ચીજો ગમી ન હતી અને ફિલ્મ છોડી દીધી હતી. ફિલ્મ બજારમાં નજરે પડનાર ચિત્રાગદાએ તનુશ્રી દત્તાના મામલે તેને સંપૂર્ણ ટેકો આપ્યો છે. સાથે સાથે પોતાના અનુભવને શેયર કરવા અને લડાઇ જારી રાખવા બદલ તનુશ્રીની પ્રશંસા પણ કરી છે. તનુશ્રીના ધડાકા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે.