અલંગ શિપયાર્ડમાં ગઈકાલે જહાજમાંથી પ૦૦ કિલો કેબલ વાયરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં પોલીસે પાંચ પરપ્રાંતિયોને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈ તા.૦૭-૧૧ના રોજ ફરિયાદી હરેશભાઈ ગજેન્દ્રસિંહ પરમાર રહે. ભાવનગર કાળીયાબીડવાળાના અલંગ શીપયાર્ડ પ્લોટ નં.૩૬માં લાગેલ જહાજ કપાય રહેલ અર્ધકટીંગ ખુલ્લા જહાજમાં તા.પ-૬-૧૧ના રાત્રિ દરમ્યાન જહાજમાં પ્રવેશ કરી એન્જીન ગાળામાં જનરેટરથી પેનલ બોર્ડ સુધી જતો મેઈન કેબલના છેડા નંગ-૮ અંદાજે લંબાઈ ર૦ ફુટ લાંબા જેનું વજન રબ્બર સહિત પ૦૦ કિલો કિ.રૂા.૧,પ૦,૦૦૦નો મુદ્દામાલ કોઈ ઈસમો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અલંગ મરીન પો.સ્ટે.માં કરેલ જે ચોર, મુદ્દામાલ અંગે આજરોજ અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.જી. જોશી તથા હેડ કોન્સ સી.જે. નીનામા, પો.કોન્સ. ચેતનભાઈ મેર, પો.કોન્સ. અરવિંદભાઈ બારૈયા, પો.કોન્સ ઈન્દ્રજીતસિંહ ગોહિલ એ રીતેના અલંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાનમાં પો.કોન્સ. અરવિંદભાઈ બારૈયા તથા પો.કોન્સ. ઈન્દ્રજીતસિંહ ગોહિલનાઓની બાતમી રાહે રવિન્દ્ર નંદલાલ પ્રજાપતિ ઉ.વ.રર રહે. હાલ અલંગ યાર્ડ પ્લોટ નં.૧૬ની સામે, તા.તળાજા, મુળ-યુ.પી., વિમલકુમાર રામસુંદર ચૌધરી ઉ.વ.રપ રહે.હાલ અલંગયાર્ડ, પ્લોટ નં.૧૬ની સામે, તા.તળાજા, મુળ-યુ.પી., રવિન્દ્ર લાલબહાદુર પાસવાન ઉ.વ.૩ર રહે.હાલ મણાર, તા.તળાજા, મુળ-યુ.પી., અચ્છેલાલ કામતાપ્રસાદ વિશ્વકર્મા ઉ.વ.૩ર રહે. હાલ અલંગ યાર્ડ, મિન્ટુ મહાદેવ ચૌધરી ઉ.વ.૩ર રહે. હાલ અલંગ યાર્ડવાળાને ચોરીના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ કિ.રૂા.૧,પ૦,૦૦૦ સહિત પકડી પાડી ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.