ગુજરાતના કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર દ્વારા બિહાર અને ઉત્તર ભારતીયો વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન પછી ભડકેલી હિંસાને લઈને વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ શુક્રવારે એસીજેએમ (નવમ) રવિપ્રકાશ શાહુની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે તેના પર સુનાવણી માટે ૨૨ ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ઘટેલી ઘટનાઓને લઈને અમદાવાદ નિવાસી અલ્પેશ ઠાકોરે ગત ૯ ઓક્ટોબરના રોજ સાર્વજનિક રીતે કહ્યું કે બિહાર અને ઉત્તર ભારતના લોકો રોજીરોટી અને નોકરીના નામ પર પોતાનું રાજ્ય છોડીને આવે છે અને સ્થાનિક લોકોની ઇજ્જત લૂંટે છે. મારપીટ અને લૂંટફાટ કરે છે જેનાથી સ્થાનિક લોકો અસુરક્ષિત છે. એટલે ઉત્તર ભારતીય અને બિહારીઓ જ્યાં પણ બસ, ટ્રક, ફેક્ટરી કે ઘરમાં હોય, તેમના પર હુમલો કરો, તેમની સાથે મારપીટ કરો અને તેમને પાછા મોકલો. અલ્પેશ ઠાકોરનું આવું નિવેદન દેશ માટે વિઘટનકારી છે.
આ સ્થિતિમાં તેને સજા ફટકારવામાં આવે. અલ્પેશ ઠાકોરના નિવેદન પછી જ ગુજરાતમાંથી ભારે સંખ્યામાં લોકોએ ભાગવું પડ્યું. વારાણસી સહિત યુપી અને બિહારના ઘણા શહેરોમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં પ્રદર્શન પણ થયાં.