રાજુલાના ગોકુલનગર ખાતે નવરાત્રિ રાસગરબાનો પ્રારંભ

1369

રાજુલાના ગોકુલનગર પાર્ટી પ્લોટમાં છેલ્લા ૬ વર્ષથી માત્ર મહિલા, બહેન, દિકરીઓ દ્વારા ઉજવાઈ રહેલ જય માતાજી યુવા ગ્રુપ આયોજીત નવરાત્રિ મહોત્સવને ખુલ્લો મુકવા દિપ પ્રાગટ્ય માટે વાવડી મહંત બાબભાઈ બાપુ, ચાંદલીયા ડાંગરના મહંત લવકુશ મુનીબાપુ તેમજ હીરાભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટ્ય અને મા જગદંબાની મહાઆરતી સાથે શુભારંભ કરાયો. જેમાં શહેર અને રાજુલા જાફરાબાદના આગેવાનો સ્વાઈન એનર્જી હેડ ધાધલ, ત્રિવેદી, બી.કે. સિંગ સીન્ટેક્સની તેમજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ સરવૈયા, બ્રહ્મસમાજ પ્રમુખ ભાનુભાઈ, ચિરાગ જોશી તેમજ બ્રહ્મસમાજ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો જય માતાજી યુવા ગ્રુપ પાર્ટી પ્લોટ તેમજ બ્રહ્મસમાજ આયોજીત નવરાત્રિ મહોત્સવ, હવેલી ચોક, સંઘવી ચોકમાં આમ ત્રણ થી ચાર જગ્યાએ નવરાત્રિ મહોત્સવનો શુભારંભ કરાયો. ગોકુલનગરની એક માત્ર વીશેષતા સમગ્ર બાબરીયાવાડમાં સુપ્રસિધ્ધ છે જે માત્ર મહિલાઓ અને તે પણ ખૂબ જ મર્યાદીત અને કોઈ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી તેમજ પોલીસ મથકના પીઆઈ યુ.ડી. જાડેજા દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત રાત્રિ પેટ્રોલીંગ દ્વારા કરાઈ રહ્યું છે.

Previous articleદામનગરમાં એસ.ટી. તંત્રની બેદરકારી ર૪ કલાકમાં માત્ર ર૬ બસો આવે છે
Next articleસ્વાઈન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત